ભગવાન જગન્નાથના રથ નિજ મંદિરે પહોંચ્યા, શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ

  • 5 years ago
અમદાવાદ:ભગવાન જગન્નાથની 142 રથયાત્રા શાતિંપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની સાથે નગરચર્યાએથી નીકળ્યા બાદ હવે નિંજ મંદિરે પરત પહોંચ્યા છે આજની રાત ભગવાન મંદિરની બહાર વીતાવશે લોકવાયિકા મુજબ ભગવાન જગન્નાથ તેમની રૂકમણીને મુકીને ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની સાથે નગરચર્યાએ નીકળી જાય છે જેથી રૂકમણી નારાજ થઈ જાય છે અને ભગવાનને આખી રાત મંદિરની બહાર જ રહેવું પડે છે આજની રાત ભગવાન જગન્નાથ મંદિરની બહાર રહેશે આવતીકાલે વહેલી સવારે ભગવાન જગન્નાથને મંદિરમાં બિરાજમાન કરવામાં આવશે

Recommended