ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં જમણવાર, મોહનથાળ-ફૂલવડી પીરસાયા

  • 5 years ago
અમદાવાદઃભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાના ભાગરૂપે ભગવાનના મોસાળ સરસપુરની 18 પોળોમાં રસોડાઓ ધમધમી રહ્યા છે જેમાં 15 હજારથી વધુ ભાવિક ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે બપોરના 12 વાગ્યા બાદ સરસપુરમાં સૌપ્રથમ ટ્રકો પહોંચી હતી ત્યાર બાદ હાથી, અખાડા અને ભજન મંડળીઓ પણ એક બાદ એક પહોંચવા લાગી હતી જ્યાં બપોરનો પ્રસાદ લેવા માટે શ્રદ્ધાળુઓએ લાઈનો લગાવી હતી આ જમણવાર માટે 1500 કિલો મોહનથાળથી લઈ 1000 કિલો ફૂલવડી, બુંદી, પુરી અને બટાકાનું શાક બનાવવામાં આવ્યા છે