જ્યારે મિયાંદાદ ગુસ્સે થઈને વિકેટની આગળ દેડકાની જેમ ઊછળવા લાગ્યા હતા

  • 5 years ago
આ વાત છે વર્લ્ડ કપ 1992ની… ભારત - પાકિસ્તાન વચ્ચે મેચ ચાલી રહી હતી પાકિસ્તાની બેટ્સમેન મિયાંદાદ ક્રિઝ પર હતા ભારતીય કિપર કિરણ મોરે વારંવાર ઊછળીને આઊટની અપીલ કરી રહ્યા હતા મિયાંદાદને તેમના પર ગુસ્સો આવી ગયો પછી મોરે અને મિયાંદાદ વચ્ચે કંઈક બોલાચાલી પણ થઈ મિયાંદાદે સચિન તેંડુલકરની એક ઓવરમાં મિડ ઓફ પર શોટ માર્યો અને રન લેવા માટે ઝડપથી દોડવા ગયા, પરંતુ તરત જ ક્રિઝ પર પાછા આવી ગયા આ દરમ્યાન થ્રો વડે આવેલા બોલથી મોરે એ બેલ્સ ઊડાવી દીધી આ જોઈને મિયાંદાદ ગુસ્સે થઈ ગયા અને વિકેટની આગળ દેડકાની જેમ ઊછળવા લાગ્યા… ખરેખર તો તે મોરેની નકલ ઊતારી રહ્યા હતા આ ઘટના જમ્પિંગ જાવેદના નામથી ચર્ચામાં આવી



જોકે ત્યારબાદ મિયાંદાદ પાકિસ્તાનને મેચ ન જીતાડી શક્યા અને ભારતે મેચ 43 રનથી જીતી લીધી હતી

Recommended