અમિત શાહે કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન 6 મહિના વધારવાનો પ્રસ્તાવ રાખ્યો

  • 5 years ago
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાસન વધારવા માટે પ્રસ્તાવ રજુ કર્યો છે આ દરમિયાન શાહે કહ્યું કે, રમઝાન, અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખતા ચૂંટણી પંચે થોડા સમય પછી ચૂંટણી યોજવાનું સૂચન કર્યું હતું આ વર્ષના અંત સુધી ત્યાં ચૂંટણી કરાવવમાં આવશે શાહે કાશ્મીરમાં સરહદ પાસે રહેનારા લોકોને અનામત આપવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે

શાહે કહ્યું કે, ધારાસભ્યોની ખરીદ વેચાણની ફરિયાદ બાદ રાજ્યપાલે 21 નવેમ્બર 2018 વિધાનસભાને ભંગ કરી દીધી હતી 20 ડિસેમ્બર 2018થી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હતું જેને 3 જાન્યુઆરી 2019 રાજ્યસભાથી માન્યતા મળી હતી 2જી જુલાઈના રોજ રાષ્ટ્રપતિ શાસન ખતમ થઈ રહ્યું છે એવામાં મારી તમને વિનંતી અને માગ છે કે તેને 6 મહિના વધારી દેવામાં આવે

Recommended