સૌરાષ્ટ્રમાં મેઘમહેર, આટકોટમાં 1 ઈંચ, અમરેલીમાં ઝરમર વરસાદ, રાજકોટમાં વાદળછાયું વાતાવરણ

  • 5 years ago
રાજકોટ:જસદણ તાલુકાના આટકોટમાં છેલ્લા 1 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે આટકોટમાં 1 કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે બીજી તરફ અમરેલીમાં પણ છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે રાજકોટમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું તો ગોંડલ પંથકમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો આ સાથે જ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદના આગમનને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણે કે ખેડૂતોએ વાવણી તો કરી દીધી હતી પરંતુ તેઓ વરસાદની રાહ જોઈ રહ્યાં હતા ત્યારે વરસાદના આગમનના પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે

Recommended