રામકથા દરમિયાન વાવાઝોડું-વરસાદથી ટેન્ટ પડ્યો; 14 લોકોનાં મોત, 24 ઘાયલ

  • 5 years ago
રાજસ્થાનના બાડમેરમાં રવિવારે સાંજે રામકથા દરમિયાન આંધી-વરસાદથી મંડપ ધરાશાયી થયો હતો દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા છે, જ્યારે 24થી વધુ લોકો ઘાયલ થયા છે દુર્ઘટના બાલોતરાના જસોલ વિસ્તારમાં ઘટી છે

ડીએમ હિમાંશુ ગુપ્તાએ જણાવ્યું કે, દુર્ઘટનામાં 14 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે મંડપમાં મોટાભાગે વૃદ્ધ મહિલા અને પુરુષો રામકથા સાંભળી રહ્યા હતા 24 લોકો ઘાયલ થયા છે એવામાં મૃતકોની સંખ્યા વધવાની પણ આશંકાઓ વર્તાઈ રહી છે

Recommended