વિશ્વ યોગ દિવસ પહેલાં લક્ષ્મી વિલાસ પેલેસમાં 1 હજાર લોકોએ 108 સૂર્ય નમસ્કાર કર્યાં

  • 5 years ago
વડોદરાઃ 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી પહેલાં આજે વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે યોગ નિકેતન સંસ્થા દ્વારા સામૂહિક સૂર્ય નમસ્કારના કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં એક હજારથી વધુ લોકોએ મેગા સૂર્ય નમસ્કારના કાર્યક્રમમાં જોડાયા હતા યુવાનો, યુવતીઓ અને વરિષ્ઠોએ 108 સૂર્ય નમસ્કાર કર્યાં હતા આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ 108 સૂર્ય નમસ્કારમાં ભાગ લેનાર તમામ લોકોને અભિનંદન આપ્યા હતા

Recommended