સાબરમતીના પવિત્ર જળના 108 કળશ ભરી ગજરાજો અને હજારો ભક્તો નિજમંદિર પહોંચ્યા, જળયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન

  • 5 years ago
અમદાવાદ:જેઠ સુદ પૂનમ એટલે ભગવાન જગન્નાથનો જળયાત્રા મહોત્સવ જળયાત્રાની સાથે જ રથયાત્રાની વિધિવત શરૂઆત થયો છે સવારે 8 વાગે ભગવાન જગન્નાથની જળયાત્રાનો પ્રારંભ થયો હતો જળયાત્રામાં બેન્ડવાજા, હાથી, બળદગાડા, ભજન મંડળીઓ, ઢોલ-નગારાં, કરતાલ, પખવાજ તેમ જ ધજાપતાકા સાથે હજારોની સંખ્યામાં ભક્તો હાજર હતા શરણાઈઓના સૂર સાથે યાત્રાનો પ્રારંભ કરાયો હતો જળયાત્રા સાબરમતી નદીના ભૂદરના આરેથી વૈદિક મંત્રોચ્ચાર સાથે સાબરમતીનું પવિત્ર જળ 108 કળશમાં ભરી નિજમંદિર પરત ફરી છે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ જળયાત્રામાં હાજર રહ્યા હતા

Recommended