વાવાઝોડાંએ દિશા બદલી પણ ખતરો યથાવત્, જાણો 10 ખાસ વાત

  • 5 years ago
વીડિયો ડેસ્કઃ ‘વાયુ’ વાવાઝોડાંની દિશા બદલાતાં હવે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે નહીં જો કે, વાવાઝોડું ભલે નહીં ટકરાય પણ બે દિવસ સુધી તેનો ખતરો રહેશે દરિયાપટ્ટી વિસ્તારોમાં 48 કલાક દરમિયાન ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ખાસ કરીને ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને અમરેલી જિલ્લામાં 10 ઈંચથી વધુ વરસાદ પડી શકે છે હાલ કરંટને પગલે દરિયામાં મહાકાય મોજાંઓ ઊછળી રહ્યાં છે સંભવિત ખતરાને પગલે બંદરો પર હજુ 8 અને 9 નંબરના સિગ્નલ યથાવત્ છે
વાવાઝોડાંની અસરના ભાગરૂપે રાજ્યના 37 તાલુકામાં અડધાથી બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે સતર્કતાના ભાગરૂપે NDRFની 47, SDRFની 11, SRPની 13 અને આર્મીની 11 ટીમ તહેનાત છે સંભવિત ખતરાને પગલે 11 જિલ્લામાંથી 370 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે સાથેસાથે 10 જિલ્લાની 5950 સગર્ભાઓને પણ જિલ્લા હૉસ્પિટલોમાં ખસેડવામાં આવી છે સલામતીને પગલે સૌરાષ્ટ્રના તમામ એરપોર્ટ હાલ બંધ રાખવામાં આવ્યાં છે

Recommended