જ્યારે કપિલ દેવે દોડીને પકડ્યો હતો મુશ્કેલ કેચ, ભારતે જીત્યો હતો ખિતાબ

  • 5 years ago
કેમરા, ક્રિકેટ અને કિસ્સામાં આજે વાત કરીએ એ કેચની જેના વડે ટીમ ઈન્ડિયાએ તેનો પહેલો વર્લડ કપ જીત્યો હતો એટલું જ નહીં પણ આ કેચ પકડવા માટે કપિલે જે કર્યું તે કોઈ વિચારી પણ ન શકે…



વાત છે 25 જૂન,1983ની ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ ચાલી રહી હતીપહેલાં બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાએ માત્ર 183 રનનો સરળ સ્કોર કર્યો હતો જવાબમાં ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝ ટીમે પહેલી વિકેટ જલ્દી ગુમાવી દીધી હતી, પરંતુ બીજા નંબરે આવેલ તેજ તર્રાર બેટ્સ મેન વિવિયન રિચર્ડસે ધુંઆધાર શરૂઆત કરી 11785ની સ્ટ્રાઈક રેટથી રમતા તેઓએ 7 ચોગ્ગા લગાવીને 33 રન બનાવી લીધા હતા ત્યારબાદ મદનલાલના એક બોલે રમતની દિશા જ બદલી નાંખી મદનલાલના બોલ પર વિવિયન રિચર્ડસે જેવો શોટ માર્યો કે બોલ હવામાં ઉછળ્યો કપિલ દેવે બોલને જોઈને ઊંધી દોટ લગાવી… અને અશક્ય લાગતા કેચને પકડી લીધો રિચર્ડસનાં આઉટ થતાં જ વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ 143 રન પર આઉટ થઈ ગઈ અને ભારતે વર્લ્ડ કપ જીતી લીધો રિચર્ડસે એ દિવસે એક ઈન્ટરવ્યૂમાં વાત કરતાં કહ્યું હતું કે, ‘મને નહોતી ખબર કે કપિલ ક્યાંથી આવી ગયો કેચ કરવા માટેજ્યારે મેં જોયું કે કપિલ ઊંધો દોડી રહ્યો છે અને બીજા સાથીઓને રસ્તામાંથી હટી જવા માટે હાથ વડે ઈશારો કરી રહ્યો છે…તો હું સમજી ગયો હતો કે મારો સમય હવે પૂરો થઈ ગયો છે’

Recommended