ઉપલેટાના હાડફોડી ગામે ST બસ પલ્ટી, 22થી વધુને ઇજા, એક મુસાફર ગંભીર

  • 5 years ago
ઉપલેટા:ઉપલેટાના હાડફોડ ગામે ઉપલેટા-ઇન્દ્રા-ઉપલેટા રૂટની એસટી બસ પલ્ટી મારી ગઇ હતી સામેથી આવતી સ્વીફ્ટ કાર બસ સાથે અથડાતા ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને પલ્ટી મારી ગઇ હતી આ અકસ્માતમાં 20થી વધુ મુસાફરોને નાની-મોટી ઇજા પહોંચી હતી જ્યારે એક મુસાફરની હાલત ગંભીર છે તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ઉપલેટા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતા જ ઉપલેટા ડેપો મેનેજર સહિતના અધિકારીઓ અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા