રાતોરાત જ 75 ફૂટ લાંબો રેલ્વે બ્રિજ ગાયબ થયો, રશિયાની હેરતઅંગેજ ઘટના

  • 5 years ago
તમે કાર, બાઈક કે અન્ય કોઈ કિંમતી વસ્તુ ચોરાઈ હોય તેવા સમાચાર તો વાંચ્યા જ હશે પણ શું કોઈ દિવસ એવું સાંભળ્યું છે કે આખ આખોરેલ્વેનો બ્રિજ જ ગાયબ થઈ જાય હા, આવી ઘટના સામે આવી છે રશિયામાં રશિયામાં એક તૂટેલા બ્રિજના કેટલાક ફોટોઝ વાઈરલ થવા લાગ્યાહતા જેમાં જોઈ શકાતું હતું કે આ પુલનો બરાબર મધ્યનો ભાગ જ તૂટી ગયો હતો ઓક્ટ્યાબ્રસ્કાયાની ઉમ્બા નદી પર આવેલા આ 56 ટનના આ
રેલ બ્રિજને તૂટેલી હાલતમાં જોઈને પહેલાં તો એવી શંકા વ્યક્ત કરાઈ હતી કે તે કદાચ જર્જરિત થઈને તૂટી ગયો હશે જો કે બાદમાં સોશિયલ
મીડિયામાં એરિયલ દૃશ્યો અને અન્ય કેટલાક ફોટોઝ વાઈરલ થતાં જ બહાર આવ્યું હતું કે કોઈ લોખંડ ચોરનારી ગેંગે જ આ રેલવેના પાટા અનેલોખંડને સિફતપૂર્વક ચોરી લીધું છે 75 ફૂટ લંબાઈવાળા બ્રિજનો વચ્ચેનો મેટલવાળો ભાગ જ ગાયબ થઈ જવાથી ટ્રાન્સપોર્ટેશન પણ અટકી ગયુંહતું તમને જણાવી દઈએ કે આ બ્રિજ ગાયબ થવાના સમાચાર પણ મે મહિનામાં બહાર આવ્યા હતા તેના આધારે જે તે સમયે એવું પણ કહેવામાંઆવ્યું હતું કે બ્રિજનો ભાગ તૂટીને નદીમાં પડ્યો છે જો કે તપાસમાં એ વાતની કોઈ જ પુષ્ટી ના થતાં અને અન્ય વીડિયો સામે આવતાં જ હવેઅજાણ્યા લોકોએ તેને ચોરી લીધો હોવાની શંકા મજબૂત થઈ હતી મળતી વિગતો પ્રમાણે સ્થાનિક પોલીસે પણ આ ગેંગને દબોચી લેવા માટેનીકવાયત હાથ ધરીને તપાસ તેજ કરી છે આ ચોરીના કારણે આ બ્રિજની માલિકી ધરાવતી કંપનીને પણઅંદાજે 9 હજાર ડોલર એટલે કે 6 લાખરૂપિયાનું નુકસાન થયું છે

Recommended