જ્યારે ભારતીય દર્શકોના હોબાળાને કારણે શ્રીલંકાને વિજેતા જાહેર કરી દેવાયું

  • 5 years ago
વીડિયો ડેસ્કઃ વાત છે 13 માર્ચ 1996ના વર્લ્ડકપ સેમિફાઈનલની ભારત અને શ્રીલંકા વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન મેદાનમાં મેચ ચાલી રહી હતી સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હતું ભારતીય ફેન્સને હતું કે, મેચ જીતીને ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચશે જો કે, ખેલાડીઓના ખરાબ પ્રદર્શનથી મેચનું ચિત્ર સાવ અલગ જ દેખાવા લાગ્યું

હકીકતમાં થયું એવું હતું કે, ખરાબ શરૂઆત છતાં શ્રીલંકાએ પહેલાં બેટિંગ કરીને 8 વિકેટે 251 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો જેના જવાબમાં મેદાનમાં ઊતરેલી ટીમ ઈન્ડિયાએ શરૂઆતમાં જ સિધ્ધુની વિકેટ ગુમાવી દીધી માત્ર ત્રણ રન પર સિધ્ધુ ચામિંડા વાસનો શિકાર બન્યો ઓપનિંગમાં ઊતરેલો સચીન જ્યાં સુધી પીચ પર હતો ત્યાં સુધી એવું લાગી રહ્યું હતું કે, મેચ હજુ ટીમ ઈન્ડિયાના હાથમાં જ છે પરંતુ જેવી સચીનની વિકેટ પડી કે બાજી પલટી ગઈ 65 રન બનાવી સચીન જયસૂર્યાના બોલ પર પેવેલિયન પરત ફર્યો જે બાદ વિકેટો પડવાનો સિલસિલો શરૂ થયો કેપ્ટન અઝહરુદ્દીન, માંજરેકર, જવગલ શ્રીનાથ, અજય જાડેજા અને નયન મોંગિયા સૌ કોઈ પેવેલિયન ભેગા થઈ ગયા ટીમ ઈન્ડિયાની હાલત જોઈ ઈન્ડિયન ફેન્સ ગુસ્સે ભરાયા જોતજોતામાં શ્રીલંકન ખેલાડીઓ પર બોટલો ફેંકવાનું શરૂ કરી દીધું અને સ્ટેન્ડ્સમાં આગ લગાવી દીધી પોલીસના પ્રયાસો છતાં સ્થિતિ પર કાબૂ મેળવી શકાતો ન હતો આખરે મેચ રેફરી ક્લાઈવ લોયડે મેચ રદ કરીને શ્રીલંકાની ટીમને વિજેતા જાહેર કરી દીધી

જો કે ત્યાં સુધીમાં ટીમ ઈન્ડિયાની 120 રન પર 8 વિકેટ પડી ચૂકી હતી મેચ જીતવી લગભગ અસંભવ હતું પણ આ ઘટના બાદ બે વાત ઈતિહાસના પાને લખાઈ ગઈ

પહેલી એ કેભારતીય દર્શકોના તોફાનથી તંગ થઈ શ્રીલંકાને વિજેતા જાહેર કરી દેવાયું

અને બીજી એ કેશ્રીલંકાએ પહેલી વખત વર્લ્ડકપ ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું

આ રીતે ભારત વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ જતાં વિનોદ કાંબલી એટલો દુખી થયો કે, તે પિચ પરથી જ રડતાં રડતાં પેવેલિયન સુધી પહોંચ્યો

Recommended