મોદી સરકારની બીજી ઈનિંગનો પહેલો મોટો નિર્ણય, શહીદોના બાળકોની સ્કોલરશીપમાં વધારો

  • 5 years ago
વડાપ્રધાન કાર્યાલયનો કાર્યભાર સંભાળતાં જ નરેન્દ્ર મોદીએ પહેલો મોટો નિર્ણય કર્યો છે રાષ્ટ્રીય રક્ષા કોષ અંતર્ગત હવે વડાપ્રધાન સ્કોલરશીપમાં મોટા ફેરફારોને મંજૂરી આપી છે શહીદોના બાળકોને મળતી સ્કોલરશીપને વધારવામાં આવી છે હવે આતંકી અને નક્સલી હુમલામાં શહીદ થનારા પોલીસ કર્મચારીઓના બાળકોને પણ તેનો ફાયદો મળશે એક વર્ષમાં રાજ્ય પોલીસ કર્મચારીઓના 500 બાળકોનો સ્કોલરશીપ કોટા રહેશે
સ્કોલરશીપ યોજના અંતર્ગત હવે બાળકોને 2000 રૂપિયાની જગ્યાએ 2500 રૂપિયા પ્રતિમાસ અને વિદ્યાર્થીઓને 2,250ની જગ્યાએ 3000 રૂપિયા પ્રતિમાસે આપવામાં આવશે

Recommended