આદેશનું પાલન ન કરનાર ક્લાસ-હોસ્પિટલને સીલ મરાશે: વડોદરા કલેક્ટર

  • 5 years ago
વડોદરા: સુરતની ઘટના બાદ જિલ્લા તંત્ર પણ સફાળુ જાગ્યું છે આજે જિલ્લા કલેક્ટરે અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી હતી જેમાં તમામ અધિકારીઓને જિલ્લામાં ચાલતા ટ્યુશન ક્લાસો, હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધા અંગે ચેકીંગ કરવા માટે કડક સૂચના આપી હતી

જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, સુરતની ઘટના દુઃખદ છે રાજ્ય સરકારના આદેશ બાદ આજે અધિકારીઓની તાકિદની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં કોર્પોરેશનની હદ બહાર ચાલતા ટ્યુશન ક્લાસો, હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધા અંગે ચેકીંગ કરવા સૂચના આપવામાં આવી છે આ સાથે એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે જેમાં ટ્યુશન ક્લાસના સંચાલકોને ફાયર સેફ્ટીની સુવિધા અંગેનું જવાબદાર અધિકારી પાસેથી એનઓસી ન મેળવે ત્યાં સુધી ટ્યુશન ક્લાસ ચલાવવા નહિં અને જે ટ્યુશન ક્લાસ જાહેરનામાનો ભંગ કરશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે