ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ, દેશના મોટા ભાગના બીજેપી કાર્યાલયો પર ઉજવણી શરૂ

  • 5 years ago
લોકસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે અને સાથે સાથે બીજેપીએ ઉજવણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે દિલ્હીમાં બીજેપી ઓફિસમાં કાર્યકર્તાઓ અને નેતાઓ ભેગા થવા લાગ્યા છે અહીં પૂજા પણ શરૂ કરી દીધી છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદી પણ સાંજે બીજેપી કાર્યાલાય પહોંચવાની તૈયારીમાં છે આ સિવાય 20થી 22 હજાર કાર્યકર્તાઓ બીજેપી ઓફિસ પહોંચવાની આશા છે

દિલ્હી બીજેપી અધ્યક્ષ મનોજ તિવારીએ કાર્યકર્તાઓને જીત પછી બીજેપી ઓફિસ પહોંચવાની અપીલ કરી છે મનોજ તિવારીએ કહ્યું કે, 20થી 22 હજાર કરતા વધુ કાર્યકર્તાઓ આજે બીજેપી ઓફિસ પહોંચશે સાંજે જીતની ઉજવણી કરવા વડાપ્રધાન મોદી પણ બીજેપી કાર્યાલય પહોંચશે

Recommended