નુડલ્સથી તૂટેલી બેઝિનને બનાવી નવી નક્કોર, સોશિયલ મીડિયા પર વાઇરલ થયો આ વીડિયો

  • 5 years ago
તમે બે મિનિટવાળા નુડલ્સ તો ખાધા હશે પણ નુડલ્સનો આવો જુગાડ ક્યારેય નહીં જોયો હોય સોશિયલ મીડિયા પર નુડલ્સનો એક વીડિયો વાઇરલ થયો છે જેને જોઇને ખુશ થવું કે ચોંકી જવું એ તમે જ નક્કી કરજો એક વ્યક્તિએ બાથરૂમના તૂટેલા બેઝિનને નુડલ્સથી જોડીને નવી નક્કોર બનાવી દીધી હવે તમે કહેશો કે નુડલ્સથી એ કઈ રીતે શક્ય બને વાત કંઇક આવી છે સિંકના આગળના તુટેલા ભાગમાં તેણે કેટલાંક નુડલ્સ ભર્યા ત્યારબાદ તેમાં કેટલોક સામાન નાખી તેને ચીપકાવી દીધું અને છેલ્લે પેઇન્ટ કરીને સિંકને પહેલા જેવી નવી નક્કોર બનાવી દીધી સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં કેટલાંક યૂઝર્સે કોમેન્ટ્સ પણ કરી છે કોઇએ કહ્યુ કે ચાઇના માટીથી બનેલા સિંકને આ રીતે નુડલ્સથી જોડવુ અશક્ય છે તો કોઈએ આ જુગાડની પ્રશંસા કરી અને યુવકની ટેલેન્ટના વખાણ કર્યા

Recommended