ધોળા દિવસે ગેંગવોરનાં દૃશ્યો, સામસામે 15 રાઉન્ડ ફાયરિંગ કર્યું, બે ગેંગસ્ટરનું મોત

  • 5 years ago
દિલ્હીના દ્વારકા મોડ મેટ્રો સ્ટેશનની પાસે લાગેલા સીસીટીવીમાં ગેંગવોરનાં દૃશ્યો કેદ થયાં હતાં રવિવારે સાંજે આ લોહિયાળ ખૂની ખેલ ખેલાયો હતો નઝમગઢ રોડ પર બે ગેંગ આમનેસામને આવી ગઈ હતી ને એકબીજાની સામે ધાણીફૂટ ફાયરિંગ કર્યું હતું આવો લોહિયાળ જંગ નજરે જોનાર ત્યાં હાજર લોકોના પગ પણ ધ્રૂજવા લાગ્યા હતાપોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા તો એક બદમાશને સામેની ગેંગને વીંધી નાખ્યો હતો જોકે પછી પોલીસ સાથેની મૂઠભેડમાં બીજાનું પણ મોત થયું હતું પોલીસે જણાવ્યું હતું કે કુલ 15 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેમમજ સીસીટીવીના આધારે પોલીસે પણ ભાગવામાં સફળ રહેલા બીજા આરોપીઓને દબોચી લેવાની કવાયત હાથ ધરી હતી આ ગેંગવોર મરનાર ગેંગસ્ટર પ્રવિણ ગેહલોત હોવાનું સામે આવ્યું હતું તો તેને ગોળી મારનાર વિકાસ દલાલ હોવાનું સામે આવ્યું હતું

Recommended