ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટે 8 એકર જમીન 9 કરોડમાં વેચી હતી પણ એક કરોડ જ મળ્યાં

  • 5 years ago
ગોંડલ: ગોંડલ શહેરની તક્ષશિલા સોસાયટીમાં રહેતા અને સ્વામિનારાયણ ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જેન્તીભાઈ રવજીભાઈ મોણપરાએ ચેરિટી કમિશનર સમક્ષ સુરતના મગનલાલ મનજીભાઈ સભાયા, જાદવભાઈ જેરામભાઈ ચાવડા વિરુદ્ધ ફરિયાદ કરી જણાવ્યું હતું કે, ગોંડલ સ્વામિનારાયણ ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સાત વર્ષ પહેલા આઠ એકર જમીન આશરે આઠ કરોડ એંસી લાખમાં મગનલાલ સભાયાને વેચાણ કરવામાં આવી હતી તે જમીન પેટે માત્ર એક કરોડ રૂપિયા અપાયા હતા, બાકીની રકમ આપવામાં આવી નથીત્યારબાદ મગનલાલ સભાયા અને જાદવભાઈ ચાવડાએ સંતોને ભોળવી ટ્રસ્ટી બની જઈ ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઊભા કરી જમીનનું સાટાખત કરાવી નાખેલ છે

Recommended