બે મહાકાય રીંછે ઘરના યાર્ડ પાસે જ લડાઈ, ડરીને ભાગવાની જગ્યાએ વીડિયો રેકોર્ડ કર્યો

  • 5 years ago
ન્યૂ જર્સીના વતની એવા કોરે બલે નામના એક શખ્સે તેના મોબાઈલમાં બે મહાકાય રીંછની ફાઈટ કેદ કરી હતી તેના ઘરના યાર્ડની બાજુમાં જ તોફાને ચડેલા આ રીંછને જોઈને તેના મોંમાંથી આશ્ચર્યનો ઉદગાર નીકળી ગયો હતો જંગલી પ્રાણીનું આવું તોફાન જોઈને કોઈ પણ ડરી જ જાય પણ કોરેએ આખી ઘટનાનો વીડિયો રેકોર્ડ કરી લીધો હતો આ વીડિયો તેમણે જેવો જ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો કે તરત જ તે વાઈરલ થવા લાગ્યો હતો ત્રીજી મેના રોજ અપલોડ થયેલા આ વીડિયોને સાત જ દિવસમાં પાંચ લાખ લોકોએ જોયો હતો તો સાથે જ અંદાજે નવ હજાર લોકોએ તેને શેર પણ કર્યો હતો બંને રીંછનો આતંક વધવા લાગતાં જ તેઓ પણ વીડિયો રેકોર્ડ કરીને તરત જ સલામતીના કારણોસર તેમના ઘરમાં જતા રહ્યા હતા

Recommended