હાઈવે પર ઊભેલી ખાનગી બસમાં શોટસર્કિટથી આગ

  • 5 years ago
હળવદઃ માળિયા કચ્છ હાઈવે રોડ હરિદર્શન હોટલ નજીક ઉમાવંશી ખાનગી ટ્રાવેલ્સ બંધ હાલતમાં પડી હતી ત્યારે એકાએક ખાનગી ટ્રાવેલ્સ બસમા ધુમાડો નીકળતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ખાનગી ટ્રાવેલ્સ બસના આગળના ભાગ અને સીટ સહિતમાં આગ લાગવા લાગી હતી આ ઘટનાની જાણ થતા આજુબાજુ માંથી હાઈવે રોડની સોસાયટી રહીશો અને હોટલ માલિકોઓ દોડી આવીને પાણીનો મારો ચાલુ કર્યો હતો પરંતુ એટલાથી આગ કાબુ નહી આવતા ફાયર ફાઈટરની સુવિધા હળવદમાં ન હોવાથી ધ્રાગધ્રા મોરબીથી ફાયર ફાઈટર બોલવવાની તજવીજ હાથ ધરાઇ હતીઆ બનાવની વાત વાયુવેગે ફેલાઈજતા ગામલોકોના ટોળેટોળાં ઘટના સ્થળે દોડી આવ્યા હતાઆ બનાવની જાણ હળવદ પોલીસને થતા પીઆઈ એમઆરસોલંકી અને બીટ જમાદાર કે એનબાવળિયા ઘટના સ્થળે દોડી આવ્યા હતા

Recommended