સેલ્ફીના ચક્કરમાં હાઈરાઈઝ બિલ્ડિંગ પરથી પડ્યો, મુંબઈ પોલીસે શૉકિંગ વીડિયો શેર કર્યો

  • 5 years ago
ભલે સેલ્ફીનો ક્રેઝ અવારનવાર લોકો માટે જીવલેણ સાબિત થતો હોય પણ એક વાત એટલી જ દુ:ખદ છે કે આવા બધા સેલ્ફીને લીધે થતાઅકસ્માતોમાં ઘટાડો પણ નથી જ થતો મુંબઈ પોલીસે તેમના ટ્વિટર અકાઉન્ટ પર શેર કરેલો આ વીડિયો એ વાતનો પુરાવો છે કે લોકોને મોતનાડર કરતાં વધુ સેલ્ફી લેવાનો મોહ છે વીડિયોમાં જોઈ શકાય છે કે એક શખ્સ હાઈરાઈઝ ઈમારતની ટોચ પર ઉભા રહીને સેલ્ફી લેવાનો પ્રયત્ન કરેછે ને ત્યાં જ પગ લપસવાથી તે સીધો જ નીચે રોડ પર પટકાય છે મુંબઈ પોલીસે આ વીડિયો શેર કરવાની સાથે જ એક પોસ્ટ લખીને જણાવ્યું હતુંકે શું આ મોસ્ટ ડેરિંગવાળી સેલ્ફી લેવાનો પ્રયત્ન હતો? કે પછી કોઈ જીવલેણ સ્ટંટ કરવાની લ્હાય? કારણ કોઈ પણ હોય પણ જે રસ્તો અખત્યાર
કર્યો હતો તે જીવલેણ છે વીડિયોનું લોકેશન તો જાણી શકાયું નહોતું પણ એક વાત તો સ્પષ્ટ છે કે સેલ્ફી લીધા પહેલાં સેફ્ટીનું ધ્યાન અવશ્ય રાખવુંજોઈએ

Recommended