નારાયણ સાંઈને સુરત સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા અને માત્ર 1 લાખનો દંડ ફટકાર્યો

  • 5 years ago
સુરતઃ સગી બહેનો એવી બે સાધિકા દુષ્કર્મકેસમાં આજે સેશન્સ કોર્ટે નારાયણ સાંઈને આજીવનકેદ અને માત્ર એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે જ્યારે નારાયણ સાંઈના સાથીઓગંગા, જમુના, હનુમાનને 10 વર્ષની સજા અને 5 હજારનો દંડ કર્યો છે તેમજરમેશ મલ્હોત્રાને 6 મહિનાની સજા અને 500નો દંડ કર્યો છેપીડિતાના શરીરને જ નહીં આત્માને પણ દુઃખી કરાઈ

શુક્રવારના રોજ એડિશનલ સેશન્સ જજની કોર્ટ દ્વારા નારાયણ સહિત પાંચ આરોપીઓને દોષિત ઠેરવ્યાહતા જેમાં આજે સેશન્સ કોર્ટમાં બંનેને પક્ષોએ દલીલો કરી હતીફરિયાદીપક્ષે દલીલ કરતા જણાવ્યું હતું કે,આ કેસમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કરવામાં આવ્યું છે અહીં પીડિતાના શરીરને જ નહીં આત્માને પણ દુઃખી કરાઈ છેનારાયણે ધાર્મિક સ્થાનના ઉચ્ચ દરજ્જા પર બેસીને ગુનો કર્યો હોય તેને મહત્તમ જન્મટીપની સજા મળવી જોઈએ બંને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ જજે ચુકાદો જાહેર કર્યો હતોજહાંગીરપુરા સ્થિત આશ્રમમાં સાધિકા પર વર્ષ 2002માં દુષ્કર્મઆચરવામાં આવ્યુંહતું, જેની 11 વર્ષ બાદ એટલે કે 2013માંફરિયાદ થઈ હતી આ ફરિયાદના 58 દિવસબાદ નારાયણનીકુરુક્ષેત્રથી ધરપકડ કરી હતી ત્યાર બાદ સાડા પાંચ વર્ષથી જેલમાં બંધ નારાયણ સામે ટ્રાયલ ચાલી હતી 26એપ્રિલેનારાયણ સહિત પાંચને દોષિતઠેરવ્યા અને પાંચને નિર્દોષ જાહેર કર્યા હતા

Recommended