સોલાર પાર્કમાં જમીનના હક માટે ખેડૂતની 8 દિવસથી ભૂખ હડતાલ, ગામલોકોએ કામગીરી બંધ કરાવી

  • 5 years ago
સાંતલપુરઃ ચારણકા સોલાર પાર્કમાં જમીન સંપાદન વિવાદ બહાર આવ્યો છે છનાભાઈ ગણેશભાઈ બધીયા નામના ખેડૂત પરિવારની સાડા અગિયાર એકર જમીન પર કંપનીએ કબજો જમાવી કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ ખેડૂતને કોઈપણ પ્રકારનું વળતર ચૂકવવવામાં આવ્યું નથી જેને પગલે ખેડૂત પરિવાર છેલ્લા આઠ દિવસથી ભૂખ હડતાળ પર બેઠો છે જો કે આઠ આઠ દિવસ બાદ પણ ખેડૂત પરિવારને ન્યાય ન મળતા અને કંપનીએ હાથ અધ્ધર કરતા ખેડૂત પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો જેને પગલે ચારણકાના રાઘવદાન ગઢવી,અણદુભા જાડેજા, ખીમાભાઇ રબારી, જીવાભાઇ રબારી, વાલાભાઈ રબારી, કેશરાભાઈ રબારી સહિતના ગ્રામજનો ખેડૂત પરિવારના સમર્થનમાં આવ્યા અને ખેડૂત પરિવારને ન્યાય આપવા કંપનીને રજૂઆત કરી હતી જ્યાં સુધી ખેડૂત પરિવારને તેમની જમીનનું વળતર ન મળે ત્યાં સુધી ગામલોકો દ્વારા કંપનીની કામગીરી બંધ કરાવાઈ હતી

Recommended