ઈચ્છા મૃત્યુની માંગ / વૈદેહીને હસતી જોઈ પરિવાર કિલ્લોલ કરતો, આજે તેને રોજ મરતા જુએ છે || 20 News Channel

  • 5 years ago


અમદાવાદ: સોલા વિસ્તારમાં રહેતા રાજગુરુ પરિવારમાં 22 વર્ષ પહેલા વૈદેહીએ જન્મ લીધો.

કહેવાય છે કે વેલો વધે તેમ દીકરી વધે. મોટી થતી વૈદેહી કાલુ-કાલુ બોલીને પરિવારને હસાવતી પરંતુ એક દિવસ તેણે જ હસવાનુ બંધ કરી દીધુ. પરિવારને ખબર પડી તેને સેરેબ્રલ પાલ્સી નામની બિમારી છે. પહેલા ડોક્ટરોએ તેને કસરત કરાવાનું કહ્યું પરંતુ તેની હાલત સતત ખરાબ થતી ગઇ. આજે એ જ પરિવાર પોતાની લાડકવાયી દીકરીને તલ-તલ પિસાઈને મરતા જોઇ શકતો નથી. આ કારણથી જ કાળજે પથ્થર મુકીને વૈદેહીને ઇચ્છા મૃત્યુ મળે તે માટે તેના માતા-પિતાએ હાઇકોર્ટમાં અરજી કરી છે. 

બનાસકાંઠાના વતની અને અમદાવાદમાં સ્થાયી થયેલા પરિવારની વાત સાંભળીને ભલભલાની આંખમાંથી આંસુ નિકળી જાય છે. સોલામાં રહેતા દેવેન્દ્રભાઇ મેડિકલ સ્ટોર ચલાવે છે. તેમની પત્ની પલકબેન સરકારી નોકરી કરતા હતા પરંતુ પુત્રીની સાર-સંભાળ માટે તેઓ આ નોકરી છોડી ચૂક્યા છે. તેમના પરિવારમાં સૌથી મોટી વૈદેહી (22) અને તેનાથી નાનો દિકરો મહર્ષિ છે જે હાલ કોલેજમાં અભ્યાસ કરે છે. વૈદેહીને સેરબ્રલ પાલ્સી થતા તેના માટે પરિવારે દવા, દુઆ... બધા રસ્તા અજમાવી જોયા પરંતુ તેની હાલત રોજ રોજ બગડતી જઇ રહી છે.
#20 news channel


youtube link
https://www.youtube.com/channel/UCEwE84-OrcS5wurn85Y2oiw

youtube direct link
https://www.youtube.com/channel/UCEwE84-OrcS5wurn85Y2oiw?sub_confirmation=1

official website link
https://20newschannel.com

twitter account link
https://twitter.com/20NewsChannel?s=09

facebook account link
https://www.facebook.com/20NewsChannel/

firstwall apps link
https://fw.firstwall.com/brand/20-news-channel/183981?p=invite

Play store link
https://play.google.com/store/apps/details?id=com.queryapps.twentynewschannel

Recommended